“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજલાઇનના વાયર ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, વાલાભાઈ ગોયલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મુળરાજભાઇ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા સુનીલભાઈ પરમારનાઓ ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. વાલાભાઈ ગોયલ તથા મુળરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, ભુજનો અસલમ સિધીક કુંભાર વાળો પોતાના કબજાની બોલેરો પીકપ GJ-12-CT-4432 વાળી નો ઉપયોગ અવારનવાર કેબલ ચોરીના ગુનામાં કરે છે અને હાલે આ અસલમ અમુક શંકાસ્પદ ઇસમો સાથે ઉપરોકત નંબર વાળી બોલેરો સાથે હાલે ભુજમાં લખુરાઇ ચાર રસ્તા પાસે ઉભેલ છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અસલમ સિધીક કુંભાર, સલીમ જુશબ મંધરા, ભરત ઉમર કોલી તથા દામજી પચાણ મહેશ્વરી વાળાઓ મળી આવતા મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જાણાવેલ કે, આજથી આશરે દોઢેક મહીના પહેલા સલીમ જુશબ મંધરા, ભરત ઉમર કોલી, દામજી પચાણ મહેશ્વરી, રઝાક ઇબ્રાહીમ માંજોઠી, શબીર મામદ માંજોઠી બધા રહે નાગરેચા તા.માંડવી વાળાઓ સાથે મળી રતડીયા થી નાગરેચા ગામની સીમમાં આવેલ વીજલાઇનના થાંભલા માંથી વીજતાર કટર વડે કાપીને ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ તેમજ મજકુર ઈસમોએ જણાવેલ હકીકત પ્રમાણે ઉપરોક્ત કરેલ ચોરીના મુદ્દામાલ ભુજ ના અસલમ સિધીક કુંભારે પોતાની બોલેરો પીકપ GJ-12-CT-4432 વાળીમાં ભરીને લઈ ગયેલ હતો અને અસલમે જણાવેલ કે હુ આ ચોરીનો માલ(વીજતાર) ઇમરાન કુંભાર રહે.અંજાર વાળાને વેચી દીધેલ હતો. જેથી તેમના કબ્જામાં રહેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ શક પડતી મીલ્કત તરીકે કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
મળી આવેલ મુદામાલ
♦ મહીન્દ્રા કંપનીનું બોલેરો પીકપ રજી. GJ-12-CT-4432 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
- મોબાઈલ ફોન નંગ ૦૪ કિ.રૂ. ૭,૦૦૦/-
► ચોરી માટે ઉપયોગમા લીધેલ વાયર કાપવાનો કટર કિ.રૂ. ૧૦૦૦/-
પકડાયેલ આરોપી
- અસલમ સિધીક કુંભાર, રહે.અમનનગર, ભુજ
- સલીમ જુશબ મંધરા, રહે.નાગરેચા મંધરા ફળીયા તા.માંડવી
- ભરત ઉમર કોલી, રહે.નાગરેચા મહાદેવ મંદીર બાજુમાં તા.માંડવી
દામજી પચાણ મહેશ્વરી, રહે. નાગરેચા મસ્જીદની બાજુમાં તા.માંડવી
પકડવાના બાકી આરોપી
- શબીર મામદ માંજોઠી
♦ ઇમરાન કુંભાર રહે. અંજાર
- રઝાક ઇબ્રાહીમ માંજોઠી
વણશોધાયેલ ગુના શોધી કાઢેલ
- ગઢશીશા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૨૫૯/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ
પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ
દામજી પચાણ મહેશ્વરી, રહે.નાગરેચા મસ્જીદની બાજુમાં તા.માંડવી
- મુંદરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૦૩૭/૨૦૧૬
►ગઢશીશા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર..ન. ૦૪૭/૨૦૧૯