ક્રાફટ બજાર ખાતે કચ્છી હસ્તકળાનું લાઈવ નિદર્શન નિહાળતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા

ધોરડો સફેદ રણની ખાસ મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ થીમ પેવેલિયન તથા ક્રાફટ બજારની મુલાકાત લઈ કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમની આ મુલાકાત દરમિયાન સાથે રહેલા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ કચ્છની સંસ્કૃતિપરંપરાહસ્તકળારાજવી વિરાસતપુરાતત્વીય સ્થાનધાર્મિક સ્થાનઔદ્યોગિક વિકાસ તથા જોવાલાયક પ્રવાસન સ્થળોની વિગત પ્રદર્શિત કરતા ગુજરાત ટુરિઝમ દ્વારા કાર્યરત આ થીમ આધારિત પેવેલિયનની મુલાકાત લઈ ફોટો સાથેની માહિતીસભર ઝાંખીને નિહાળી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તથા પ્રવાસન મંત્રીશ્રીએ થીમ પેવેલિયનની અંદર  કચ્છના રાજવી ઇતિહાસનો શાનદાર વૈભવ દર્શાવતા કિલ્લાઓમહેલો તથા શાશ્વત સ્થાપત્યો  અંગેના વારસાની વિગતો,  કચ્છના પ્રખ્યાત માતાના મઢનારાયણ સરોવરદત્તાત્રેય મંદિરજેસલ તોરલ સમાધિમેકરણ દાદા સહિતના ધાર્મિક સ્થળોની વિગતોથી માહિતગાર થયા હતા.

આ સાથે મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં ફોસિલ પાર્કતેમજ માતાના મઢ લિગ્નાઇટ ખાણ ખાતે તાજેતરમાં મળી આવેલ ૪૭ મિલિયન વર્ષ પહેલાના વાસુકી નાગના જીવાઅશ્મિ વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પેવેલિયનમાં સફેદ રણધોળાવીરાકચ્છના વિવિધ હેન્ડીક્રાફ્ટ તેમજ કચ્છની હસ્તકલા બાટીકમેટલ વર્કચાંદીના ઘરેણાકોપરબેલ તેમજ કચ્છના વાજિંત્રો જેમ કે સુરંદોમોરચંગઢોલકનાગફળી વગેરે ઉપરાંત કચ્છના ફ્લેવર્સ જેમ કે કચ્છનું પરંપરાગત ભાણુંતેમજ દુનિયાભરમાં પ્રખ્યાત કચ્છી દાબેલીના ઇતિહાસ વિશે મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રવાસનમંત્રીશ્રીએ માહિતી મેળવી  ભૂકંપબાદ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કચ્છનો ઔદ્યોગિક વિકાસ તેમજ કચ્છની પરિવર્તન યાત્રા અંગેની ઝાંખી પણ રસપૂર્વક નિહાળી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ક્રાફ્ટ માર્કેટમાં  વિવિધ સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલાના કારીગરો સાથે સીધો સંવાદ  કર્યો હતો.  ક્રાફટમાર્કેટની મુલાકાત દરમિયાન મુખ્ય બાંધણી વર્કના કારીગર હલીમાબેન ગોર દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બાંધણી વર્કના સ્ટોલથી અભિવાદન કરવામાં આવ્યું હતું. મડ વર્ક આર્ટિસ્ટ માજીખાન મુતવા તેમજ અજીજ મુતવાએ લાઈવ મડવર્ક કરીને મુખ્યમંત્રીશ્રીને આ પરંપરાગત કચ્છી વર્ક વિશે રસપ્રદ  માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત  જ્વેલરી વર્કલેધર વર્કરિયલ મોતી વર્ક તેમજ લાઈવ બ્લોક પ્રિન્ટ સહિતના આર્ટ વર્ક વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા ગુજરાત થીમ પર આધારીત માય સ્ટેમ્પ  ટપાલ ટિકિટ મુખ્યમંત્રીશ્રીને ભેટ આપવામાં આવી હતી.

પેવેલિયન તેમજ ક્રાફ્ટ બજારની મુલાકાત સમયે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાજિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલપ્રદ્યુમનસિંહ જાડેજા,ત્રિકમભાઈ છાંગામાલતીબેન મહેશ્વરીવિરેન્દ્રસિંહ જાડેજાભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકીગુજરાત ટુરીઝમના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારરેન્જ આઇ.જી શ્રી ચિરાગ કોરડીયાકલેકટર શ્રી અમિત અરોરા,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ સહિત આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદધવલભાઇ આચાર્ય વગેરે હાજર રહ્યા હતા.