ગાંધીધામ શહેર તેમજ આદીપુર વિસ્તારમાં ટ્રાફિક અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરી ધુમ સ્ટાઈલમાં તેમજ મોડીફાઇડ સાઇલેન્સર વાળા વાહનો ઉપર કાર્યવાહી ક૨તી પુર્વ કચ્છ-ગાંધીધામ જીલ્લા પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફ થી જીલ્લામાં ટ્રાફીક ડ્રાઈવ કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા ધુમ સ્ટાઈલમાં વાહન ચલાવતા તથા મોડીફાઇડ સાઇલેન્સર તથા ફેન્સી નંબર પ્લેટ તથા ડ્રાઇવીંગ તથા રજીસ્ટેશન કાગળો વગર ડ્રાઈવ કરતા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવા સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરવા સુચના કરતા જે અનવ્યે ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન તથા આદીપુર પોલીસ સ્ટેશન તથા સીટી ટ્રાફિક શાખા એમ અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી જગ્યાએ વાહન ચેંકીગની કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક અંગે નીચે મુજબની સંયુક્તમાં કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરી તથા ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા તથા આદીપુર પોલીસ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા સીટી ટ્રાફિક પો.સ.ઈ. વી.આર. પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવેલ છે.