ખનિજચોરોમાં ફફડાટ : ભચાઉ ખાતે આવેલ ખારોઈ-કકરવા માર્ગ પર થતું કેરકાયદે ખનન ઝડપાયું

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ખારોઈ-કકરવા માર્ગ પર આવેલી 20 એકર જમીનમાં છેલ્લા લાંબા સમયથી થઈ રહી માટી ચોરી પર નવનિયુક્ત ભચાઉના મહિલા પ્રાંત અધિકારીએ રેઈડ કરી અહીથી એક હિટાચી, પ્લેટફોર્મ કબ્જે કરેલ છે. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વાગડ પંથકમાં છેલ્લા લાંબા સમયથી ખનિજચોરી થઈ રહી છે, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ભચાઉના નવનિયુક્ત નાયબ કલેક્ટર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એવા મહિલા અધિકારી જે.આર. ગોહિલે આ મામલે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. અધિકારીની ટીમ ખારોઈ-કકરવા માર્ગ પર પહોંચી હતી, જ્યાં આશરે 20 એકર જમીનમાં લાંબા સમયથી ખનન કરાઈ રહ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ અહી ખાડા ઘણા ઊંડા હતા, જેથી અહીં ઘણા સમયથી ખનન થતું હશે તેવું જણાય છે.હાથ ધરવામાં કાર્યવાહી દરમ્યાન એક હિટાચી મશીન અને એક પ્લેટફોર્મ કબ્જે કરી ખાણ-ખનિજ વિભાગને જાણ કરવામાં આવેલ હતી. ખાણ-ખનિજ વિભાગે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.