કેરા – કુન્દનપર લેવા પટેલ ટ્રસ્ટમાં દાતાઓ દ્વારા વધુ અઢી કરોડનું દાન
શાસ્ત્રી ધર્મજીવન દાસજી ગુરુ મંદિર માટે એક કરોડની ઉછમણી, નૂતનભૂમિનું 71 લાખના દાનથી નામકરણ., 31 ગામોના છાત્રો માટે ઓડીટોરીયમ ખુલ્લું મુકાયું, 24 ગામોના સાંખ્યયોગી બહેનોનો રાસોત્સવ યોજાયો.
આ ગામે158 વર્ષ જૂની હાઇસ્કૂલ ધરાવતા કેરા – કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં મંગળવાર ‘મંગળ’ સાબિત થતા ગ્રામ્ય છાત્રો માટે વધુ અઢી કરોડનું દાન દાતારોએ જાહેર કરી શાસ્ત્રી ધર્મ જીવન દાસજી ગુરુમંદિર નિર્માણને વધાવી લીધું. હતું. ઓડીટોરીયમ ઉદ્ઘાટન, નૂતનભૂમિ નામકરણના માતબર દાન જાહેર થયા હતા.
લાલજી રૂડા પિંડોરીયા ઓડીટોરીયમના દાતા મુળજીભાઈ પિંડોરીયા, પુત્રો કિશોરભાઈ, ભરતભાઈના હસ્તે, સંસ્કૃતીક મંચ ઘનશ્યામભાઈ માવજી ટપ્પરીયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જયારે નૂતન ભૂમિનુ નામકરણ ધનજીભાઈ કરસન વરસાણી ‘દરબાર’ દ્વારા 71લાખના દાન સાથે માતૃશ્રી વેલીબેન ધનજીના નામે થયું હતું. ગુરુમંદિરનું અનાવરણ 51-51 લાખ રૂપિયાની ઉછમણી સાથે રવજીભાઈ ગોવિંદ વરસાણી(મોશી), વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી કે. કે. જેસાણીએ ધર્મજીવનદાસજી સ્વામીના સંતત્વ માટે સમર્પણ જાહેર કર્યું હતું. તે ઉપરાંત પણ 25, 10, 5, 2.5, અને 1-1 લાખના અનેક દાન જાહેર થયા હતા. આ પ્રસંગે આશીર્વાદ આપતાં મહંત સ્વામિ ધર્મનંદનદાસજીએ કહ્યું, આ શાળામાં ભણનાર હમેશા સારી કારકિર્દીને પામશે. તેમણે બાલ્યકાળે પોતે નારાણપરથી અહિં અભ્યાસ અર્થે આવતા તે યાદોનું સ્મરણ કર્યું હતું . ભુજ સ્વામિનારાયણ મંદિરના મજબુત સાથ સહકારથી દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જમીન માટે મુળજીભાઈએ 10 લાખ, ઘનશ્યામભાઈએ 9 લાખ જાહેર કર્યા હતા. આ પ્રસંગે ડીજીટલ શિક્ષણ દાતા સામજીભાઇ શિવજી દબાસીયા ‘જેસામ’, ગોપાલભાઈ ગોરસીયા, કાન્તીભાઈ નારણ મનજી (નાઈરોબી), સુમિત્રાબેન પરબત હાલારિયા, રવજી રાધેશ્યામ, દેવરાજ કુંવરજી હાલારિયા ધ..પ. ધનબાઈ, સુમીટોમોના નિખીલભાઈ જોશી, કિરણ ચાંદનાની, ધનજીભાઈ દરબાર, જમાઈ કુંવરજીભાઈ આસાણી, પ્રેમજી કેશરા કેરાઈ ધ.પ. રાધાબાઈ, વિશ્રામ શેઠ, પ્રેમજી હરજી ગામી, મેઘજી મુરજી ભાભાણી, વિશ્રામ ભાઈ ગોરસીયા, રામજીભાઈ માયાણી, રામજી જાદવ સવાણી, ધનજીભાઈ, હીરજીભાઈ હાલરિયા સહીત અનેક નાના – મોટા દાન જાહેર થયા હતા. ગુરુમંદિરના સહયજમાન પેટે 2 .5 – 2 . 5 લાખ, ભૂમિ સહયોગ માટે દોઢ – દોઢ લાખના સહયોગની અપીલ કરાઈ હતી તે પૈકી હિતેશ ભુડિયા, મનજીભાઈ ખોખરાઈ, મનજી હાલાઈ, પ્રેમજી હરજી ગામી, કરશનભાઈ વોરા સહિતના અનેક નામો જાહેર થયા હતા. ભોજનના દાતા ખીમજીભાઈ જાદવા વ્સ્તાણી પરિવાર રહ્યો હતો.
પ્રસંગ પરિચય આપતાં ચોવીસીના અગ્રણી નવીન પાંચાણીએ સંસ્થાની વિગતો આપતાં શાબ્દિક સ્વાગત કર્યું હતું. આગેવાન રવજી વેલજી કેરાઈ એ દાતાઓ – સંતો વચ્ચે સંકલન કર્યું હતું. આ પ્રસંગે બોલતાં મુળજીભાઈએ ખોજાઓના પ્રદાનને, પૂર્વ છાત્ર લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ દાતાઓના પ્રદાનને ઐતિહાસિક ગણાવ્યું હતું. કે. કે. જેસાણીએ વિશ્વભર માં ગુરુ ધર્મજીવન સ્વામીના પ્રદાનની વાત કરી હતી. સમાજના ગોપાલભાઈ ગોરસિયાએ જ્યાં સેવા થાય છે ત્યાં દાન દેવા અનુરોધ કરતા 21/12ના એન.આર.આઈ. સ્નેહમિલનમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. રવજીભાઈ વરસાણીએ સંત વચનમાં રહેવા લાગણી દર્શાવી હતી. ધનજીભાઈ હાલાઈ (ઓસ્ટ્રેલીયા), મુરજીભાઇ ભાભાણી, પ્રેમજી કરશન કેરાઈ, દિનેશભાઈ પટેલ, ભુપેન્દ્ર વાગડિયા, મેઘજીભાઈ ખેતાણી (પટેલ ટુર્સ ), સહીતનાએ નવા દાન જાહેર કર્યા હતા. શિક્ષણ સેવા માટે કેસરાભાઈ પિંડોરીયા, આર. આર. પટેલના સન્માન લેવાયા હતા.
સાંજે ચોવીસીના સાંખ્યયોગી મંદિરોના ઠાકોરજી અને ત્યાગી બહેનોની પધરામણી થઇ હતી. મહિલા સાં.યોગી મહંત સામબાઇ ફઈએ આશીર્વાદ આપતાં શિક્ષણ સાથે સંસ્કારની ભલામણ કરી હતી. મહિલા દાતાઓના સન્માન કરાયા હતા. સમગ્ર વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર આગેવાનો નવીન પાંચાણી, રવજી કેરાઈ , ડો. દિનેશ પાંચાણીના વિશેષ સન્માન કરાયા હતા. સંસ્થાના મંત્રી વસંત પટેલે સંકલન કર્યું હતું. સંસ્થાના દરેક વિભાગના આચાર્યો, કર્મચારીઓએ વીણાબેન નારદાણીના નેતૃત્વમાં આયોજન વ્યવસ્થા સંભાળી હતી.