ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામમાંથી 65 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓ ઝડપાયા

copy image

copy image

  ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામમાંથી જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ તાલુકાનાં શિણાય ગામના ચોકમાં જાહેર જગ્યામાં પાંચ ઈશમો રૂપિયાની રમત રમી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસની ટીમે તમામ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ પાસેથી રૂા. 65,000ની રોકડ  સહિત કુલ રૂા.1,02,000નો મુદામાલ કબ્જે કર્યો છે.  પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.