ઉમૈયા ગામમાં ઘાસ નીચેથી શરાબનો જથ્થો નીકળી પડ્યો
copy image

રાપર ખાતે આવેલ ઉમૈયા ગામમાંથી રૂા. 33,000ના બીયરના 264 ટીન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ ઉમૈયા ગામમાં રહેનાર મુળદેવ ખેગુજા વાઘેલા અને પ્રતાપસિંહ પ્રવિણસિંહ વાઘેલા નામના શખ્સો પોતાના કબ્જાના મકાન નજીક આવેલ ખુલ્લા વાડામાં દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર તપાસ કરતાં વાડામાં ઘાસ નીચેથી શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યા ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમોને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી આરંભી છે.