ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના બળાત્કાર તેમજ પોકસો એકટ મુજબના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી : પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, કર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. હરીલાલ બારોટ તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજાનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,

ભુજ સીટી એ ડીવીઝન પોસ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૬૪૦/૨૦૨૪ ગુનો BNS કલમ-૧૨૩,૭૪, ૭૫(૧)(), ૭૬, ૧૧૫(૨) તથા પોક્સો એકટની કલમ-૮,૧૨,૧૮ મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી શેરખાન મામદ નોતીયાર, ઉ.વ.૩૯ રહે-આશાપુરા નગર, એરપોર્ટ રોડ ભુજવાળો હાલમાં યુબીલી સર્કલ રીક્ષા સ્ટેન્ડ પાસે હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને હસ્તગત કરી ઉપરોકત ગુના કામે ખાત્રી કરતા નાસતો ફરતો હોઇ મજકુરને ઉપરોક્ત ગુના કામે બી.એન.એસ.એસ. કલમ ૩૫ (૧) (જે) મુજબ અટક કરી ભુજ એ ડીવીઝન પો.સ્ટે. આગળની કાર્યાવહી માટે સોંપવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.બી. વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશર તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા નીરુબેન મુળીનાઓ જોડાયેલ હતા.