ચાર દિવસથી ગુમ કુકમાના યુવાનની તળાવમાંથી તરતી લાશ મળી આવતા ચકચાર

Swimmer floating on his back.

copy image

copy image

ચાર દિવસથી ગુમ કુકમાના યુવાનની કુકમાના તળાવમાંથી તરતી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો અને હાલમાં કુકમા રહેતો અનુપ ઉર્ફે પિન્ટુ ગત તા. 13/12થી ગુમ હતો. તે દરમ્યાન આજે કુકમાના તળાવમાંથી તેની તરતી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે પદ્ધર પોલીસે લાશ બહાર કાઢી આ બનાવ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.