ટંકારાના લજાઈ ગામમાં પાવડાથી બે જણ પર હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ટંકારા ખાતે આવેલ લજાઈ ગામમાં પાવડાથી બે જણ પર હુમલો કરી ઇજા પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારા ખાતે આવેલ લજાઈ ગામમાં શક્તિ માતાજીના મંદિર નજીક એક ઇસમેં ડોક્ટર સાથે ઝઘડો કર્યો હતો તેમજ પાવડો લઈને ફરિયાદીના દીકરા અને ભત્રીજાને પર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી તેમજ ડોક્ટર આઈ ખોડલકૃપા કલીનીકમાં બેઠા હતા તે દરમ્યાન કલીનીક સામે રહેતા આરોપી શખ્સે કલીનીક પાછળ દરવાજાથી આવી કેમ તું મારી પાછળ મોરબીમાં આંટા ફેરા કરતો હતો કહીને ડોક્ટર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ડોક્ટરએ ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સે ફરીયાદી સાથે ઝપાઝપી કરી અને બાદમાં પાવડો લઈ આવી અને ફરિયાદીના દીકરા તથા ભત્રીજાને ઇજા પહોંચાડી હતી. ઉપરાંત કલીનીક બહાર રાખેલ ડોક્ટરની સ્વીફ્ટ કારનો પાછળનો કાચ તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.