મોરબીના લક્ષ્મીનગર ગામમાંથી બોગસ ડોકટર ઝડપાયો

jail

copy image

copy image

મોરબીના લક્ષ્મીનગર ગામમાંથી કોઈપણ ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતા બોગસ ડોકટરને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન લક્ષ્મીનગર નજીક અક્ષર પ્લાઝમા આવેલ શ્રી રામ કલીનીકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન 42 વર્ષીય આરોપી શખ્સ પોતાના શ્રી રામ કલીનીકમાં કોઈપણ ડીગ્રી વગર બીમાર દર્દીઓને એલોપેથી દવાથી સારવાર કરી માણસોના આરોગ્ય સાથે ચેડા કરતો રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે આ બોગસ ડોકટરની અટક કરી દવાનો જથ્થો કબ્જે કરી આગળની વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે