દારૂ ભરેલ પીક-અપ-ડાલું પકડી કિ.રૂ 8.29 લાખનો ઈગ્લીશદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ
મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ‚ બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન/જુગાર અંગેની બદી નેસ્ત- નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.બી.બુબડીયા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પો.સ્ટે.ના જેસડા થી રવ ગામ તરફ આવતા રોડ ઉપરથી અંગ્રેજીદારુ ભરેલ પીક-અપ-ડાલું આરોપી સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ
(૧) યશપાલસિંહ બળુભા ઉર્ફે બળવતસિંહ જાડેજા ઉ.વ-૨૪ રહે-રવ તા-રાપર કચ્છ હાજર ન મળી આવેલ આરોપીઓ
(૨) પીક-અપ-ડાલા નો ચાલક
(૩) લાકડીયાના આનંદ બાવાજી જેના મો.નં-૮૭૩૩૮૭૫૫૦૫ અંગ્રેજીદારુ મોકલનાર
(૪) અંગ્રેજીદારુ મંગાવનાર વનરાજસિંહ દીલુભા જાડેજા રહે-બન્ને રવ તા-રાપર કચ્છ> કામગીરી કરનાર
આ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી ડી.આર.ગઢવી તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.