અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.૧,૪૬,૭૯૦/-નો પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આરોપી જયસુખભાઈ માદેવાભાઈ ભાટીયા (વાળંદ) ૨હે. મ.નં. ૨૭૬,સિધ્ધેશ્વર પાર્ક ,મેઘપર કુંભારડી તા.અંજાર વાળાએ પોતાના કબ્જાની અલ્ટો કારમાં વિદેશી દારૂ ભરી રાખેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા આરોપીની કબ્જાની અલ્ટો કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

જયસુખભાઈ માદેવાભાઈ ભાટીયા (વાળંદ) ઉ.વ. ૩૦ રહે. મ.નં. ૨૭૬, સિધ્ધેશ્વર પાર્ડ, મેઘપર કુંભારડી તા.અંજાર મુળ ગામ વ્રજવાણી તા.રાપર

હાજર ન મળી આવેલ આરોપીનું નામ

રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા રહે. રાજનગર અંતરજાળ તા.ગાંધીધામ

કબ્જે કરેલ મુદામાલની વિગત :-

૭૫૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો નંગ-૨૩૯ કિ.રૂ. ૧,૪૬,૭૯૦/-

અલ્ટો કાર રજી.નં. જીજે-૧૨-એઈ-૪૯૨૩ કિ.રૂ. પ૦૦૦0/-

મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-

કુલ કિ.રૂ. ૨,૦૧,૭૯૦/-

આ કામગીરી લોકલ ડાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.