નખત્રાણાના ભીટારા ગામે ખનિજનું ગેરકાયદે ખનન-વહન કરતાં જેસીબી મશીન તથા ટ્રકને સીઝ કરાયા

મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા તા.૧૮/૧૨/૨૦૨૪ના રોજ નખત્રાણા તાલુકાના ભીટારા ગામે ખાતે પસાર થતી નદીમાં ખાનગી વાહનમાં આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલ. સદર તપાસ દરમ્યાન સાદીરેતી ખનિજનો ગેરકાયદે ખનન વહન કરવા બદલ એક જેસીબી મશીન તથા એક ટ્રકને સીઝ કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. જે અંગે નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.