આદિપુરમાં રહેણાક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી : ઘરવખરીનો સામાન બળીને ખાખ

copy image

copy image

આદિપુર શહેરના આંબેડકર નગરમાં આવેલ મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરની આંબેડકર સોસાયટીના મકાન નં. 243માં ગત મોડી રાતના સમયગાળામાં આ બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બનાવને પગલે નગરપાલિકાના ફાયર ફાઈટરનો સંપર્ક કરવામાં આવતા તેઓએ ત્રણ વાગ્યા સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ભશ્મ થઈ ગયો હતો. પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ સામે આવ્યું છે. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.