લખપતથી નારાયણ સરોવરને જોડતા માર્ગનું કામ શરૂ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, લખપતથી નારાયણ સરોવરને જોડતા માર્ગનું કામ શરૂ કરવામાં આવતા લોકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અગાઉ આ માર્ગ ખરાબ હોતાં બંને ગામ વચ્ચે 34km જેટલું અંતર પસાર કરવા માટે એકથી દોઢ કલાક જેટલો સમય વીતી જતો હતો. જે હવે નવો રસ્તો બની જતાં અડધા કલાકમાં અંતર કાપી શકાશે. સૂત્રો જણાવી રહ્યા છે કે લખપતના સરપંચ દ્વારા કામ કરનાર એજન્સી અને કચેરીને ભ્રષ્ટાચાર વિના સારી રીતે રોડ બનાવવા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે હાલ લખપતથી છેર સુધી અંદાજે 20 કિમીનો માર્ગ બની રહ્યો છે.8 વર્ષ અગાઉ આ માર્ગ બન્યો હતો.