જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી માધાપર પોલીસ

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં જુગાર અંગેના સફળ કેશો શોધી કાઢવા અને આ બદીને નેસ્તનાબુદ કરવા માટે સુચના કરેલ જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી સાહેબનાં માર્ગદર્શન હેઠળ માધાપર પો.સ્ટે.ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, નાના વરનોરા ગામની સીમમાં ખુલ્લામાં અમુક ઇસમો ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી મજકુર આરોપીઓ પાસેથી રોકડા રૂા-૧૦,૪૦૦/- કબ્જે લઇ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.

આરોપીઓ

(૧) ઇકબાલ ઉર્ફે ટોપી ઇસ્માઇલ મમણ ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.નાના વરનોરા તા.ભુજ

(૨) સુલેમાન જાનમામદ મોખા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.નાના વરનોરા તા.ભુજ

પકડવાના બાકી આરોપીઓ

(૧) ગની સીધીક મમણ રહે.નાના વરનોરા તા.ભુજ

(૨) સલીમ લાલમામદ મોખા રહે.નાના વરનોરા તા.ભુજ

મુદ્દામાલની વિગત:-

(૧) રોકડ રૂ.૧૦,૪૦૦/-

(૪) ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦

કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૦,૪૦૦/-

આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.એમ.ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નિર્મળસિંહ કે. જાડેજા તથા પો.હેઙ.કોન્સ. ભરતભાઇ આર. ચાવડા તથા પો.કોન્સ. કલ્પેશ કરશનભાઇ કોડીયાતર એ રીતેના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.