મુંદ્રા સોપારી તોડકાંડમાં ફરજમોકુફ કરવામાં આવેલ પોલીસ કર્મીઓની આગોતરા મેળવવા કરેલ અરજી નામંજૂર

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે મુંદ્રા સોપારી તોડકાંડમાં હજુ બે ફરજમોકુફ કરવામાં આવેલ પોલીસ કર્મીઓ હાથમાં આવેલ નથી. ત્યારે આ બંનેએ ભુજની કોર્ટમાં આગોતરા માટે અરજી કરેલ હતી જે નામંજૂર કરવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા સોપારી તોડકાંડમાં જે-તે સમયે સરહદી રેન્જના વિભાગમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને ફરજ મોકુફ કરવામાં આવેલ હતા. જેમાથી બેની ધરપકડ કરાઈ હતી જ્યારે વધુ બે પકડમાં આવેલ ન હતા. જેઓ હાલમાં પણ નાસતા ફરે છે.સૂત્રો જણાવી રહ્યા છે કે આ બંનેએ આગોતરા મેળવવા માટે ભુજની સેશન્સ કોર્ટમાં કરેલ અરજી નામંજૂર કરવામાં આવેલ છે.