મુંદ્રા ખાતે આવેલ નાની તુંબડી ગામમાંથી છ જુગારપ્રેમીઓ ઝડપાયા
મુંદ્રા ખાતે આવેલ નાની તુંબડી ગામમાંથી છ જુગારપ્રેમીઓને પોલીસ ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રાગપર પોલીસની ટીમ પેટ્રાલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, નાની તુંબડીના સીમ વિસ્તારમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જુગાર રમતા છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,460 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.