ગઢશીશા પો.સ્ટે. ના વિશ્વાસઘાતના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ. વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
ગઢશીશા પો.સ્ટે. પાર્ટ-એ, ૧૬૨/૨૦૨૪ આઇ.પી.સી. ૪૨૦, ૪૧૭, ૩૪, ૧૨૦ (બી) મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી હેમંતભાઈ લાખાભાઈ ચુડાસમા, ઉ.વ.૪૨, રહે.માધવબાગ સોસાયટી ,શેરી નં-૦૨ જામનગર જી.જામનગર મુળ રહે રાજપર ભાડથર તા.કલ્યાણપુર જી.દેવભુમિ દ્વારકાવાળો હાલમા જયુબીલી સર્કલ પાસે વિરામ હોટલ સામે હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને હસ્તગત કરી ઉપરોકત ગુના કામે ખાત્રી કરતા નાસતો ફરતો હોઇ મજકુરને ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરી ગઢશીશા પો.સ્ટે. સુપ્રત કરવા માટે ભુજ એ ડીવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.બી.વાઘેલા સાહેબના સાથે પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલાનાઓ જોડાયેલ હતા.