ગેરકાયદેસર નાણા ધીરનારનો ધંધો કરતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ક૨તી ભચાઉ પોલીસ

copy image

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં જરૂરયાતમંદ લેણદારોને રૂપીયાનું ધિરાણ કરી ઉંચુ વ્યાજ વસુલાત ક૨તા માથાભારે વ્યાજખોરો વિરૂધ્ધમાં કાર્યવાહી કરી વ્યાજખોરોની બદી નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૪૨૪૦૯૦૯/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૫૧(૨),૨૯૬(બી) તથા ગુજરાત નાણાં ધીરનાર કરનાર બાબત અધિનિયમની કલમ -૩૩,૪૦,૪૨ મુજબના ગુના કામે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

(૧) ભચુભાઈ ભુરાભાઈ ખલીફા ઉ.વ.૪૨ રહે સીતારામપુરા ભચાઉ

પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો છે.

૧)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૪૨૪૦૯૦૯/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૫૧(૨),૨૯૬(બી) તથા ગુજરાત નાણાં ધીરનાર કરનાર બાબત અધિનિયમની કલમ ૩૩,૪૦,૪૨ મુજબ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદિયા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ક૨વામાં આવેલ છે.