સામખિયાળીમાંથી ત્રણ જુગારીઓની અટક

copy image

copy image

સામખિયાળીના શાંતિનગરમાંથી પત્તા ટીંચતા ત્રણ જુગાપ્રેમીઓની પોલીસે  અટક કરી છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીમાં પોલીસ મથકથી એક કિ.મી. દૂર શાંતિનગર પ્લોટ વિસ્તાર આવેલ દુકાન નજીકની ગલીમાં ગત રાત્રે પોલીસે રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ સ્થળ પર દીવાબતીના અજવાળે ગંજીપાના વડે નસીબ અજમાવતા ત્રણ જુગારીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 26,320 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.