અંજાર પોલીસ મથકે નોંધાયેલ ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપીના જામીન નામંજૂર
સૂત્રો જણાવી રહ્યા છે કે અંજાર પોલીસ મથકે નોંધાયેલ ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સનાં જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. આ કેસ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઠગાઈના પ્રકરણમાં બે ઈશમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, છેલ્લાં બે વર્ષથી હાજર ન રહેનાર તહોમતદારને બનાસકાંઠા પોલીસ પકડની અદાલતમાં કરવામાં આવેલ હતો. જેમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સોની જામીન અરજી કોર્ટે નામંજુર કરી અને બાદમાં ગળપાદર જેલ હવાલે કર્યો હતો.