આડેસર નજીક ગુવારની બોરીની આડમાં દારૂની પેટીઓની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ

image-194

copy image

copy image

પોલીસની ટીમ ગત દિવસે રાતના સમયે વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન સાંતલપુર તરફથી આવતી ટ્રકને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવતા તમા ગુવારની બોરીની આડમાં દારૂની પેટીઓની હેરાફેરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ ટ્રકમાંથી કિંગફિશરના 576 ટીન, બ્લેક પેરલ ઝટ-8ના 72 ટીન, ગોડફાધરના 48 ટીન એમ કુલ રૂા. 84,000નો શરાબનો જથ્થો કબ્જે કરી તેના ચાલકને ધરપકડ કરાઈ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર દારૂ મોલકનાર તથા મગાવનારને પકડી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.