પતિને આપઘાત કરવા મજબૂર કરવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સોના જામીન કોર્ટે ફગાવ્યા

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે મુંદ્રામાં પતિને આપઘાત કરવા મજબૂર કરવાના ચકચારી પ્રકરણમાં પત્ની તેમજ અન્ય એક આરોપી ઈશમની જામીન અરજી નામંજૂર કરાઈ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રામાં ખાનગી પેઢીમાં નોકરી કરતા હતભાગી નિખિલ પરેશભાઈ જોશી પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હતો. આ ગુના કામેના આરોપી ઈશમોએ અદાલતમા જામીન અરજી કરતાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાખી અદાલતે નિયમિત જામીન ફગાવ્યા હતા.