રૂ.2000ની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવા અંગે RBIની જાહેરાત બાદ 31, ડિસેમ્બર 2024 સુધીમાં 98.12% નોટ પરત આવી

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે 2000ની નોટ પર મોટું અપડેટ સામે આવેલ છે. જેમાં  19, મે 2023ના દેશમાં રૂ.2000ની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવા અંગે આરબીઆઇ એ જાહેર કર્યા બાદ હાલ સુધીમાં 98.12% બે હજારની ચલણની નોટ પરત આવી છે ઉપરાંત હજુ લોકો પાસે રૂ.6691 કરોડની નોટ હોવાનું સામે આવ્યું છે. આરબીઆઈ દ્વારા અગાઉ 19, મે 2023થી રૂ.2000ની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવા અંગે જાહેરાત કરવામાં આવેલ હતી. ત્યારે વધુમાં જણાઈ રહ્યું છે કે આ રૂ.2000ની નોટો 7, ઓકટોબર 2023 સુધી તમામ બેંકોની શાખાઓમાં જમા કરાવવા અથવા બદલી કરાવી લેવા માટે સવલત અપાઈ હતી. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, 31, ડિસેમ્બર 2024 સુધીમાં 98.12% નોટ પરત આવી હોવાનો આંક સામે આવ્યો છે. રૂ.2000ની ચલણી નોટ હજુ લિગલ ટેન્ડર છે