મકલેશ્વર ચોકડીના બીજા પુલ નજીક બાવળની ઝાડીમાં યુવાને ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો
અંજાર ખાતે આવેલ મકલેશ્વર ચોકડીના બીજા પુલ નજીક બાવળની ઝાડીમાં યુવાને ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મકલેશ્વર ચોકડીના બીજા પુલની બાજુમાં બાવળની ઝાડીમાં ગત દિવસે બપોરના અરસામાં આ અજાણ્યા યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું. અહી કોઇ વૃક્ષમાં (આશરે ઉમર) 25 થી 30 વર્ષીય અજાણ્યા યુવાને બેનર વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ યુવાનની ઓળખ અને યુવાને કેવા કારણોસર આપઘાત કર્યો હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.