રાપરના બામણસરમાંથી 50 વર્ષીય આધેડની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર
સૂત્રો જણાવી રહ્યા છે કે, રાપરના બામણસર એક હોટેલ સામે ધોરીમાર્ગ નજીકથી 50 વર્ષીય આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે અહીથી 50 વર્ષીય આધેડની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ આધેડનું મોત કયા કારણોસર થયું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.