નિરોણા ડેમની કેનાલમાં 35 વર્ષીય ખેડુતનું ડૂબી જવાથી મોત
નખત્રાણા ખાતે આવેલ નિરોણા ડેમની કેનાલમાં 35 વર્ષીય ખેડુતનુ ડૂબી જવાથી મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાત્રીના સમય દરમ્યાન 35 વર્ષીય ખેડૂત મહેબૂબશા મામદશા સૈયદનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ યુવાન ગત રાત્રીના સમયે નિરોણા ડેમની કેનાલમાં ખેતી સંબંધિત પાણી વાળવા ગયા હતા જ્યાં અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.