રાપર તથા ગાગોદર પો.સ્ટે વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ રાપર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે ગઈ તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ ગામ-નલીયાર્ટીબા તા.રાપર તથા ગઈ તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ ગામ-સેલારી તા.રાપર ખાતે થયેલ ચોરીના બનાવમાં રામ ઉર્ફે લાલો પાંચાભાઈ મુછડીયા રહે.આથમણાનાડા રાપર તથા દેવજી લખુ મુછડીયા રહે.આથમણા નાડા રાપર તથા અરવિંદ દેવાભાઈ રાઠોડ રહે.સેલારી તા.રાપર વાળાઓ સંડોવાયેલ છે અને મજકુર ઈસમો ચોરીનો મુદામલ લઈ વેચવા માટે જઈ રહેલ છે અને હાલે આ ઈસમો ચિત્રોડ પુલ પાસે ઉભેલ છે તેવી હકિકત આધારે હડીકત વાળી જગ્યાએ જઈ નીચે જણાવેલ આરોપી નં. ૧ તથા ૨ વાળાને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા રાપર તથા ગાગોદર ખાતે થયેલ ઘરફોડ ચોરીની કબુલાત આપેલ અને ચોરીનો મુદ્દામાલ પૈકી કેટલોક મુદ્દામાલ તેઓએ અ.નં. ૩ તથા ૪ વાળાને આપેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ θ.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) રામ ઉર્ફે લાલો પાંચાભાઈ મુછડીયા ઉ.વ. ૨૩ રહે. શાળા નં.૧ ના પાછળ,મુછડીયા વાસ,આથમણા નાડા રાપર (નલીયા ટીંબા તથા સેલારી ગામે ચોરી કરનાર)

(૨) અરવિંદ દેવાભાઈ રાઠોડ ઉ.વ. ૨૫ રહે. સેલારી તા.રાપર (સેલારી ગામે ચોરી વાળી જગ્યા બતાવનાર તથા ચોરીનો મુદ્દામાલ વેચવા સાથે જનાર)

(3) વિપુલગીરી શિવગીરી ગૌસ્વામી ઉ.વ. ૩૭ રહે. મ.નં. ૧૦૬ વાસ્તુધામ સોસાયટી સ્વામીનારાયણ મંદિરની બાજુમાં,મેઘપર (બો) તા.અંજાર (નલીયા ટીંબા ચોરીનો મુદ્દામાલ વેચવા જનાર)

(૪) સંજય દિગંબર બાબર (મરાઠી) ઉ.વ. ૩૯ રહે. મ.નં. ૨૦, રામકૃષ્ણ મહાવીરનગર, ઓક્ટ્રોય નાડા અંજાર મુળ રહે. દેવાપુર તા.માન. જી.સતારા મહારાષ્ટ્ર (નલીયા ટીંબા ચોરીનો મુદ્દામાલ લેનાર)

પકડવાનો બાડી આરોપીનું નામ

(૧) દેવજી લખુભાઈ મુછડીયા રહે. આથમણા નાડા રાપર ( નલીયા ટીંબા તથા સેલારી ગામે ચોરી કરનાર)