જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવ્રુતીને અંકુશમા લાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય અને બાબતે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.રાજગોર અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ કાર્ગો એકતાનગર વિસ્તાર ગલી નંબર-૫ મધ્યે જાહે૨મા ગંજીપાના વડે રૂપીયા ની હારજીત નો જુગાર રમતા-૪ (ચાર) આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) બાબુભાઈ ફકીરભાઈ મકવાણા ઉ.વ.૩૫ ૨હે- કાર્ગો એકતાનગ૨ ગાંધીધામ
(૨) ભ૨તભાઈ ડાયાભાઈ પરમાર ઉ.વ.૪૦ ૨હે- કાર્ગો બાપાસિતારામનગ૨ ગાંધીધામ
(3) મુસ્તાફ ઇમામશા દિવાન ઉ.વ.૪૭ ૨હે- કાર્ગો એકતાનગ૨ ગાંધીધામ
(૪) વિનોદ હિરાભાઇ મકવાણા ઉ.વ. ૩૯ ૨હે- કાર્ગો એકતાનગ૨ ગાંધીધામ
:: મુદ્દામાલ::
(૧) રોકડા રૂપિયા- ૧૫,૨૦૦/-
(૨) ગંજી પાના નંગ- પ૨ કિ.રૂ. 00/-
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.