સુરતમાં પતંગ ચગાવતી વેળાએ વીજ શોક લગતા માસૂમ બાળકે જીવ ગુમાવ્યો

copy image

copy image

 સુરતમાં પતંગ ચગાવતી વેળાએ એક માસૂમને વીજ શોક લગતા બાળકનું મોત થયું હોવાનું બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સચીન જીઆઇડીસીમાં ના ક્રિષ્ના નગરમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક છત પર પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં ધડાકો થયો હતો.જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં બાળક ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.જાણવા મળી રહ્યું છે કે પોલીસે આ બનાવ અંગે અક્સ્માતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.