શું ધમકીઓનો સિલસિલો આમ જ યથાવત રહેશે ?
copy image

સમયાંતરે સાંભળવા મળે છે કે, કોઈ સંસ્થા કે સ્કૂલ કે કોલેજ અથવા કોઈ પણ સરકારી કચેરીને બોમ્બથી ઉડાળી દેવાની ધમકીઓ મળી રહી છે. તો શું આ તમામ સ્થળોએ ધમકી મોકલનાર લોકોનું પોતામાં કોઈ સંગઠન છે..? જો હા, તો આવા લોકો પર કોનો હાથ છે જેના કારણે નીડર બની ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે, ઉપરાંત નીડર બની બેફામ ફરી રહ્યા છે. આજે જ ગુજરાત રાજ્યમાં અનેક પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. એક જ દિવસે અનેક સ્થળે એક સાથે ધમકી મળવાનું કારણ હજુ પણ અકબંધ છે. જો આમ જ ધમકીઓ મળતી રહેશે તો વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ-કોલેજ કેમ મોકલશે, ઉપરાંત લોકો સરકારી કચેરીઓમાં નીડરતાથી કેવી રીતે જઈ શકે ? કેટલા સમયથી જુદા જુદા સ્થળોએ આવી જ ધમકી મળી રહી છે પરંતુ આની પાછળ કોઈ ઠોસ કારણ કે વ્યક્તિ કેમ પકડાતું નથી..? તેવો સવાલ દેશના લોકો પૂછી રહ્યા છે.