છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં નિર્માણાધીન કુસ્મી પ્લાન્ટની ચીમની ધરાશઈ થતાં ગમખ્વાર અકસ્માત : 9 ના મોત અને 25 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની સંભાવના

copy image

છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં નિર્માણાધીન કુસ્મી પ્લાન્ટની ચીમની ધરાશઈ થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં ચીમની તૂટી પડવાથી 25 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ઉપરાંત સર્જાયેલ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાની સંભવાના જાહેર કરાઈ રહી છે. પરંતુ હજુ વાતની પુષ્ટિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી જારી છે. આ બનાવ અંગે જાણ થતાં જ નજીકના જિલ્લાઓમાંથી આપત્તિ અને વ્યવસ્થાપન ટીમોને બોલાવવામાં આવી છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે સર્જાયેલ અકસ્માતમાં ઘણા કામદારોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.