અમદાવાદની ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષીય બાળકીનું શ્વાશ લેવામાં તકલીફ થયા બાદ મોત : તપાસનો ધમધમાટ શરૂ

copy image

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષીય બાળકીનું શ્વાશ લેવામાં તકલીફ થયા બાદ મોત નીપજયું હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદની ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે.જાણવા મળી રહ્યું છે કે સવારના 8 વાગ્યાના સમયે તે સીડી ચઢીને આવી રહી હતી, તે દરમ્યાન તેને છાતીમાં દુખાવો થતાં તે લોબીની ચેર પર બેસી ગઈ હતી. બાદમાં થોડા જ ક્ષણોમાં તે ઢળી પડી હતી.
બાળકીની સ્થિતિ વધુ બગાડતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કરવામાં આવેલ હતી પરંતુ એમ્બ્યુલન્સને વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે હસ્પિટલ લઈ જવામાં આવી હતી. વધુમાં જણાઈ રહ્યું છે કે હોસ્પિટલમાં આ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી દેવાઈ હતી. પોલીસ દ્વારા તાત્કાલિક શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે.