સાવધાન રહો : પાન અપડેટના બહાને થઈ રહી છે બેન્ક ખાતાની સફાઈ

copy image

copy image

વર્તુળોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે હાલમાં કેટલાક લોકો સાથે પાન કાર્ડની માહિતી અપડેટ કરવાના નામે છેતરપીંડી થઈ રહી છે. આવી રીતના મેસેજ આવી રહ્યા છે જેમાં આપેલ લિન્ક પર ક્લિક કરવાથી ખાતા ખાલી થઈ રહ્યા છે. ત્યારે સૂત્રો જણાવી રહયા છે કોઈ આવો કોઈ મેસેજ મળે, તો તેના પર ક્લિક કરશો નહીં. જો તમે તેના પર ક્લિક કરશો, તો તમારા ખાતાનો સફાયો થઈ જશે. આવી કોઈ પણ લિંક્સ પર ક્લિક કે માહિતી શેર કરવી નહીં.