અમદાવાદમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી ગળામાં ફાંસો પરોવ્યો અને અંતિમ વાટ પકડી

copy image

copy image

   અમદાવાદમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પત્ની આ યુવાન પર બહાર કોઈ અવૈધ હોવાની શંકા વ્યક્ત કરતી હતી. જે કારણોસર ઘરમાં ઝઘડાનું પ્રમાણ વધી ગયું હોવાનું સામે આવ્યું છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  પત્નીએ યુવાનને કહ્યું કે તું હાલને હાલ મરી જા, જેથી આ યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા યુવાને પોતાના મિત્રને વીડિયો રેકોર્ડિંગ કરીને મોકલ્યું હતું. આ મામલે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.