“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ દેશી દારૂ ગેરકાયદેસર બનાવાની તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી, મહિપાલભાઈ પુરોહિત તથા પોલીસ કોન્સટેબલ લાખાભાઈ રબારી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વિજય ઉર્ફે સન્ની દેવરાજ ગઢવી રહે. નાગવીરી તા. નખત્રાણા વાળો નાગવીરી ગામથી નેત્રા તરફ જતા રોડ પર આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીની બાજુમાં આવેલ પાણીના છેલ્લા બાજુમાં બાવળોની જાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ની ભઠ્ઠીની ગાળી અને દેશીદારુનું વેચાણ કરે છે અને હાલે તેની આ પ્રવૃતી ચાલુ છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે દેશી દારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- મુદ્દામાલ (કુલ્લે ૫૫,૦૦૦/-)
- ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૬૦૦/- કિ.રૂ. ૪૦,૦૦૦/-
દેશીદારુ લીટર ૩૫ કી.રૂ. ૭,૦૦૦/-
- ગેસની બોટલ નંગ ૦૩, કી.રૂ. ૬,૦૦૦/-
- ગેસના ચુલા નંગ ૦૨, કી.રૂ. ૨,૦૦૦/-
- હાજર નહી મળી આવેલ ઇસમ
- વિજય ઉર્ફે સન્ની દેવરાજ ગઢવી રહે. નાગવીરી તા. નખત્રાણા