“નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીયોણી ગામની સીમ વિસ્તારમાંથી એક ખેડુતના ખેતરમાંથી કપાસ ચોરી થયેલ જે વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લામાં ખેડુતોના ખેતરોમાથી થયેલ પાકની ચોરીના બનતા બનાવ અટકાવવા માટે તેમજ અગાઉ આવા પાકની થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે માટે સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને ખેડૂતોના ખેતરોમાંથી પાકની ચોરીના બનાવો બનેલ જે વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ. જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ વિક્રેશભાઇ રાઠવા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, રવજી સુમાર કોલી તથા મામદ હાસમ જુણેજા તથા લાલજી રામજી ગોરડીયા વાળાઓ તેમના કબ્જા ભોગવટાના લોડીંગ વાહનમાં પીયોણી ગામના વાડી વિસ્તારમાંથી કપાસ ભરી પીયોણી ત્રણ રસ્તાથી તરફ આવી રહેલ છે અને તે કપાસ ચોરી કે છળકપટ થી મેળવેલ છે જે હકીકત આધારે વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળા લોડીંગ વાહન આવતા ઊભું રખાવી તેમાં પાછળ ઠાઠામાં જોતાં તેમાં કપાસ ભરેલો જોવામાં આવેલ જેથી આ બાબતે મજકુર ઇસમોની પુછપરછ કરતાં કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહીં તેમજ આ કપાસ બાબતે આધાર પુરાવા કે બીલ માંગતા રજૂ કરેલ નહીં જેથી આ કપાસ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા તેઓને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા રવજી સુમાર કોલીએ જણાવેલ કે, “હું પીયોણી ગામની સીમમાં આવેલ વાડી પર કામ કરું છું અને ત્યાં વાડીમાં રહેલ આ કપાસના જથ્થામાંથી આ કપાસનો જથ્થો અમો ત્રણેય જણા સાથે મળી આજથી આશરે એકાદ મહિના અગાઉ ચોરી કરેલ હતી અને આ જથ્થો અમોએ પીયોણી ગામની સીમમાં સંતાડી રાખેલ હતો

અને આજે વેચાણ અર્થે લઈ જઈ રહ્યા હોવાની હકીકત જણાવેલ. જેથી ખેતરમાંથી કપાસની ચોરી કરેલ તેમજ 11:05 am

આ ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન તેમજ તેઓની પાસેથી મળી આવેલ મુદ્દામાલની વિગત નીચે મુજબ છે. જેથી આ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા માટે નલિયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

  • મળી આવેલ મુદામાલ
  • કપાસ ૫૫૦ કિલોગ્રામ જેની કુલ્લે કી.રૂ. ૩૮,૫૦૦/-
  • ટાટા કંપનીનું મદનીયુ(છોટા હાથી) રજી. નંબર જી.જે. 0૬ એ.એક્ષ. ૮૬૯૩, કી.રૂ. ૧,૫૦,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ – ૧, કી.રૂા.૫,૦૦0/-.
  • પકડાયેલ આરોપીઓ
  • રવજી સુમાર કોલી ઉ.વ.૪૫ રહે.કોલીવાસ નખત્રાણા
  • મામદ હાસમ જુણેજા ઉ.વ.૪૭ રહે રામપર(રોહા) તા.નખત્રાણા
  • લાલજી રામજી ગોરડીયા ઉ.વ.૪૯ રહે.રામપર(રોહા) તા.નખત્રાણા
  • નીચે મુજબનો ચોરીનો વણશોધાયેલ ગુના શોધી કાઢેલ છે.
  • નલિયા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૦/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ.