મુન્દ્રામાંથી માદક પદાર્થ કોકેઇન સાથે પકડાયેલ શખ્સ દસ દિવસના રીમાન્ડ હેઠળ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે મુન્દ્રામાંથી માદક પદાર્થ કોકેઇન સાથે પકડાયેલ શખ્સનાં દસ દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે મુંદ્રા પોલીસે પૂર્વબાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને 14.42 ગ્રામ કોકેઇનની પડીકી અને 5600 રોકડા રૂપિયા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત વધુ તપાસ કરતાં અન્ય 18.05 ગ્રામની કોકેઇન પદાર્થ મળી આવેલ હતું. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ રૂા. 32,82,600નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ આરોપી ઈશમને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગતાં કોર્ટે તે મંજૂર કર્યા છે.