કચ્છ કેર પ્રસ્તુત રસોઈ કલા
=> ન્યુટ્રી સબ્જી
સામગ્રી : ૨૫ ગ્રામ હણગાવેલા, કાબુલી ચણા, ૨૫ ગ્રામ ફણગાવેલા મગ, ૨૫ ગ્રામ ફણગાવેલા સોયાબીન, ૨૫ ગ્રામ ફણગાવેલા રાજમા, ૨૫ ગ્રામ ફણગાવેલા ગ્રીન અથવા તો મોસમી ચણા, ૨૫૦ ગ્રામ ફણસી (ફ્રેન્ચ બીન્સ), ત્રણ નંગ ઝીણા સમારેલા ટામેટા, બે નંગ નાની ઝીણી સમારેલી ડુંગળી
મસાલા : તેલ, જીરું, તજ, તમાલપત્ર, લવિંગ, મરી, મીઠો લીમડો, લાલ આખું મરચું, લસણ-આદું-મરચાંની પેસ્ટ
કણગાવવાની રીત : સૌપ્રથમ બધા કઠોળને સારી રીતે ધોઈ અને આખી રાત માટે પલાળી રાખીશું. બીજા દિવસે આ કઠોળનું પાણી કાઢી અને કોટનનાં કપડાંમાંએક દિવસ માટે
ફણગાવવા મૂકી દઈશું. સજીની રીત : સૌપ્રથમ એક પેનમાં જરૂર મુજબ તેલ લઈશું. આ તેલ ગરમ થઈ જાય
એટલે તેમાં બધા જ ખડા મસાલા નાખી દેવા. હવે આ તેલમાં ઝીશી સમારેલી ડુંગળી નાખી અને સાંતળવા દઈશું. ડુંગળી સરખી સંતળાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી અને સાંતળવા દઈશુ. ત્યારબાદ આ સંતળાયેલા ટામેટા અને ડુંગળીમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી અને સાતળવા દઈશું. હવે ફણગાવેલા તમામ કઠોળ અને ફણસી નાખી અને આ શાકને ચડવા દઈશું. એક ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી અને શાકને બરાબર હલાવીશું. શાક સારી રીતે ચડે તે માટે અડધોથી પોણો ગ્લાસ પાણી નાખીશું. હવે કડાઈમાં ઢાંકણું લગાવી અને શાકને બરાબર સાંતળવા ને ચડવા દઈશું. સર્જી તૈયાર થઈ જાય એટલે તેના ઉપર લીલી કોથમીરથી સજાવી અને બાઉલમાં સર્વ કરીશું. તો મિત્રો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ ચટાકેદાર ન્યુટ્રી સબ્જી