પ્રતિબંધીત ચાઇનીઝ દોરી(ફીરકી) શોધી કાઢતી કોડાય પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ કરવા ઉપર જીલ્લા મેજી. સાહેબ કચ્છ-ભુજ નાઓએ જાહેરનામુ બહાર પાડેલ હોય જેની અમલવારી કરાવવા સુચના આપેલ.

જે અન્વયે કોડાય પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એચ.એમ.વાઘેલા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ બિદડા આઉટ પોસ્ટના કર્મચારીઓ ઓ.પી વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિતે પતંગ અને દોરાનું વેચાણ કરતી અલગ અલગ દુકાનો ચેક કરતા હતા તે દરમ્યાન એ.એસ.આઇ પ્રવિણભાઇ શીવાભાઈ પરમાર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, બિદડા ગામના બસ સ્ટેશન પાસે એક ઇસમ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઉભેલ છે જે બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને તેના કબ્જામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ મુદામાલની વિગત

ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૦૨ કી.રૂા.૮૦૦/-

આરોપીની વિગત

(૧) ગોપાલ મનજી જોગી ઉ.વ.૩૬ રહે. જોગી વાસ, માંડવી-કચ્છ

ઉપરોક્ત કામગીરીમાં એ.એસ.આઇ પ્રવિણભાઇ શીવાભાઇ પરમાર તથા પો.હેડ.કોન્સ લક્ષ્મણભાઇ પબુભાઇ ગઢવી તથા પો.કોન્સ પિયુષકુમાર પરથીભાઇ ચાવડા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.