જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના હાઈસ્કૂલનાઆચાર્યનું પુસ્તક પ્રકાશિત થયું


રાજ્ય સમન્વય જૂથની ૧૦૨મી ગોષ્ઠિ તા. ૧૧ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દક્ષિણા વિદ્યાલય કેમ્પસ, નારગોલ જિ. વલસાડ ખાતે યોજાઇ હતી. તેમાં શેઠ બી. કે. મહેતા હાઈસ્કૂલ ઝાંપોદડ ના આચાર્ય ડૉ. સંજયભાઈ કોરિયાનું આઠમું પુસ્તક “પ્રેરણાદાયી મહાપુરુષો અને નારીરત્નો” નું વિમોચન શ્રી પરિમલભાઈ દેસાઈ, શ્રી કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ પટેલ, પ્રતાપભાઈ ત્રિવેદી અને ડૉ.પરેશભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પુસ્તકમાં ભારતના મુખ્ય ૭૫ મહાપુરુષો અને નારીરત્નોના જીવન અને કવનને ટૂંકમાં દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. પુસ્તક અમોલ પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ તકે સમગ્ર રાજ્યમાંથી આશરે ૮૦ જેટલા લેખકો, આચાર્યો અને શિક્ષણવિદ્દો હાજર રહ્યા હતા.
રીપોર્ટ -રમેશ સિંગલ વંથલી