“ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે., માનકુવા પો.સ્ટે. તથા સાઈબર ક્રાઈમ પો.સ્ટે. આહવા (ડાંગ)માં દાખલ થયેલ ચીટીંગના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૨/૨૫ બી.એન.એસ.એસ. એકટ કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૬૧(૨),૩૫૧(૪),૧૨૭(૨) મુજબના ગુન્હા કામેના નાસતા-ફરતા આરોપીઓ સિંકદર જુસબ સોઢા તથા સિધિક સાલેમામદ ફકિર છે જે બન્ને ઇસમો હાલે ખારી નદી ચાર રસ્તા પાસે આવેલ ચા ની હોટલ પાસે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા બન્ને ઇસમોએ ઉપરોક્ત ગુનો કરેલ હોઇ અને ગુન્હા કામે આજ દીન સુધી નાસતા- ફરતા હોવાની કબુલાત આપેલ છે. તેમજ સિંકદર ઉર્ફે સિકલો જુસબ સોઢાની વધુ પુછપરછ કરતા મજકુર ઇસમ જણાવેલ કે તેના વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન તથા આહવા પોલીસ સ્ટેશન(ડાંગ)માં પણ ચિટીંગના ગુન્હા દાખાલ થયેલ છે અને તેમા પણ તે પોતે પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો ફરે છે જેથી તે અંગે માનકુવા પો.સ્ટે.માં ખરાઈ કરતા તેના વિરૂધ્ધમાં માનકુવા પો.સ્ટેમાં ગુ.ર.નં.૬૩૩/૨૪ બી.એન.એસ.એસ. એકટની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), ૫૪ મુજબ તથા આહવા પોલીસ સ્ટેશન(ડાંગ)માં ખરાઈ કરતા તેના વિરૂધ્ધમાં આહવા પો.સ્ટેમાં ગુ.ર.નં.૩૨૭/૨૪ આઈ.પી.સી. એકટ કલમ-૪૨૦,૫૦૬(૨) તથા આઈ.ટી.એકટની કલમ ૬૬(ડી) મુજબના ગોન્હા દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમોની અટકાયત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપીઓ
  • સિંકદર ઉર્ફે સિકલો જુસબ સોઢા ઉ.વ.૩૨ રહે. તૈયબા ટાઉનસીપ, રહીમનગરની બાજુમાં, ભુજ
  • સિધીક ઉર્ફે સેધીયો સાલેમામદ ફકીર ઉ.વ.૪૮ રહે.ફકીરવાસ.ક્લ્યાણપર તા.ભુજ
  • સિંકદર ઉર્ફે સિકલો જુસબ સોઢા નીચેના ગુનામાં નાસતો ફરતો હતો

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૨/૨૫ બી.એન.એસ.એસ. એકટ કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૬૧(૨),૩૫૧(૪), ૧૨૭(૨) મુજબ

માનકુવા પો.સ્ટે.માં ખરાઈ કરતા તેના વિરૂધ્ધમાં માનકુવા પો.સ્ટેમાં ગુ.ર.નં.૬૩૩/૨૪ બી.એન.એસ.એસ. એકટની કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબ

આહવા પો.સ્ટેમાં ગુ.ર.નં.૩૨૭/૨૪ આઈ.પી.સી. એકટ કલમ-૪૨૦,૫૦૬(૨) તથા આઈ.ટી.એકટની કલમ ૬૬(ડી) મુજબ

  • સિધીક ઉર્ફે સેધીયો સાલેમામદ ફકીર નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૨/૨૫ બી.એન.એસ.એસ. એકટ કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૬૧(૨),૩૫૧(૪),૧૨૭(૨) મુજબ

આરોપી સિંકદર ઉર્ફે સિકલો જુસબ સોઢાનો ગુનાહીત ઇતિહાસ

ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૪૮/૨૦૨૩ આઇ.પી.સી. ૪.૪૦૬,૪૨૦,૧૧૪ વિગેરે

ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૬૪/૨૦૨૩ આઇ.પી.સી. ૧.૪૦૬,૪૨૦,૧૧૪

  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૩૪/૧૯ આઇ.પી.સી. ૧.૪૦૬,૪૨૦,૧૨૦ (બી), ૩૪
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૩૩/૨૦૨૨ આઇ.પી.સી. ક.૪૦૬,૪૨૦,૧૧૪ વિગેરે
  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૮૬૬/૨૦૨૨ આઇ.પી.સી. ક.૪૦૬,૪૨૦,૨૯૪ (બી), ૩૯૨,૧૧૪ વિગેરે