અંજારના નાની નાગલપર ગામમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.87 લાખના દાગીના પર હાથ સાફ કરી થયા ફરાર

copy image

copy image

અંજાર ખાતે આવેલ નાની નાગલપર ગામમાં બંધ મકાનને નિશાન બનાવી 1.87 લાખના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયેલ ચોર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના નાની નાગલપરમાં આવેલ કલ્પવૃક્ષ સોસાયટીમાં આવેલ એક મકાનમાં  આ બનાવ બનાવ બન્યો હતો.  નોંધવેલ ફરિયાદ અનુસાર ગત તા. 13/1ના રાત્રે ફરિયાદીના કાકાનું અવસાન થતાં પરિવાર સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા. જ્યાથી ગત દિવસે વહેલી સવારે પરિવાર સાથે પરત આવતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જણાયા હતા. ઉપરાંત ઘરમાં તમામ સામાન વેર વિખેર હાલતમાં જોવા મળી આવેલ હતો. બાદમાં આ અંગે ઘરમાં વધુ તપાસ કરતાં અહીથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 1,87,860ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-