ભુજ બહુમાળી ભવન ખાતે ૮૦મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ઉજવણી

૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ૮૦મા રાષ્ટ્રીય સ્વતંત્ર્તા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ
ગ્રાહક સહકારી ભંડાર લિ., ભુજ દ્વારા બહુમાળી ભવનના પ્રાંગણમાં ભવ્ય અને દેશભક્તિસભર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવવંતા પ્રસંગે બહુમાળી ભવન ખાતે ઇન્ચાર્જ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર) શ્રી હિતેન્દ્ર અમિધરના વરદ હસ્તે સવારે ૯:૩૦ કલાકે સન્માનપૂર્વક ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હિતેન્દ્ર અમિધર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરેલ ત્યારબાદ શ્રીમતી રાધીકાબેન અમીધર સહ પરીવારસાથે રહી તેઓશ્રી ધ્વારા રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે બહુમાળીભવનનાં કમૅચારીઓનું વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો:શ્રી ભરત સુથાર (નિવૃત્ત આર્મી મેન & કારગીલ યુદ્ધ વિજેતા): દેશની અવિરત અને શૌર્યપૂર્ણ સેવા બદલ સાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. શ્રી મૂળજી મતીયા: બહુમાળી ભવન ખાતે નિષ્ઠાપૂર્વક સાફ-સફાઈની સેવાઓ આપવા બદલ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાંઆવ્યા. શ્રી છગનભાઇ ગરોડા: બહુમાળી ભવન ખાતે નિષ્ઠાપૂર્વક ટ્રાફીક વ્યવસ્થાની સુંદર સેવાઓ આપવા બદલ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોની બહોળી ઉપસ્થિતિ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મંડળીના હોદ્દેદારો સર્વશ્રી શૈલેષ મારુ, ભરત માંગલીયા, બાબુ આહીર, એમ.આઈ. બાયડ, કે.એમ.પરમાર, હમીરભાઇ ખાખલા, શ્રીમતી પ્રેમીલાબેન ખાખલા, ભરતભાઈ હાથી, અનીરુદ્ધસિંહ ગોહિલ, અશ્વિન ગોર, દશૅન મહેતા, મીતેષ દવે, શ્યામ કોઠારી, સીધ્ધરાજસીંહ વાઘેલા, જંયતીભાઇ પટેલ, જે.ડી.દરજી, પરાક્રમસીંહ ઝાલા, હરેશ માલી, દશૅનભાઇ ગઢવી, સંજય વ્યાસ, નિરવ વ્યાસ, દિપક સીજુ, વિજય ભટૃી, પી.સી.ઠાકોર, એચ.ડી.પરમાર, તૃષ્ણાબેન જે. પંચોલી, કાશ્મીરાબેન ઉમરાણીયા, કમળાબેન ચૌહાણ, પટેલ અવનીબેન પી., સોલંકી ખુશાલીબા જે., પટેલ પંકજભાઇ ર માભાઇ, દિનેશ ઠકકર, મહેશ્વરી અરવિંદ, ગુલાબસિંહ જાડેજા, સૂયૅરાજસીહ જાડેજા જુણસખાન તેમજ કારોબારી સભ્યો તેમજ નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.