વણશોધાયેલ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ- (કચ્છ) તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી બનાવો રોકવા તેમજ લુંટના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ડી.સિસોદીયા નાઓની સુચના અન્વયે પ્રયત્નમાં હતા દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૪૨૫૦૦૪૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૯(૬),૩૧૬(૨),૩૫૧(૩),૬૧(૨)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ગઈ તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ ફરીયાદી માનસિંગ કુલદીપ શેખાવત ઉ.વ૨૮ રહે.નાગોર રાજસ્થાન વાળા સાથે આરોપીઓએ parvinpatel645 નામની આઈ.ડી. બનાવી ફરીને એકના ચાર ગણા રૂપીયા કરી આપવાની લાલચ આપી ફરીને અંજાર બોલાવી અને ચાર ઇસમોએ રૂપીયા ૫૦૦ દરની ચાર નોટો સેમ્પલ તરીકે આપી ફરીને વિશ્વાસમા લઇ અને ફરીને ફરીવાર ગોલ્ડન હોટલ ભચાઉ ના સર્વિસ રોડ પર બોલાવી બે ઇસમોએ પોતાની મારૂતી સુઝીકી બલેનો ગાડીમા બેસાડી થેલામા નોટો બતાવી જેમા ૫૦૦ ના દરની બંડલોમા ઉપર તથા નીચેના ભાગે એક એક અસલ નોટ રાખી તથા વચ્ચેના ભાગમા સફેદ કાગળ રાખેલ હોવાથી ફરીને શંકા જતા ફરીએ એકના ચાર ગણા રૂપીયા કરાવવાની ના પાડતા ફરી.ને છરી બતાવી ભયમા મુડી ધમકી આપી ફરી પાસે રહેલા થેલામા રૂ.૧,૭૦,૦૦૦/-તથા વિવો ફોનની લુટ કરી તથા બે ઈસમો સાથે ફોનથી જાણ કરી ફરી.ને ચાલુ ગાડીએ ઉતારી નાશી ગયેલ હોઈ જેથી સદરહું બનાવ ગંભીર પ્રકારનો જણાતાં તુરત જ અલગ અલગ ટીમો બનાવી તેની આજુબાજુ જતા રસ્તા પરના તેમજ આજુબાજુના ગામના રસ્તા પરના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ ખાનગી અને ભરોસાપાત્ર બાતમીદાર મારફતે હકીકત મળતાં સદરહું ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ-

(૧) હશનશા કરીમશા શેખ ઉ.વ.૧૯ ૨હે મદીનાનગર ભચાઉ

(૨) રજાક હશનશા શેખ ઉ.વ ૧૯ ૨હે.મદીનાનગર ભચાઉ

પકડવાના બાડી આરોપીઓ

(૧) સમીર લાલશા શેખ રહે.શેખ ફળીયુ અંજાર

(૨) જાવેદ શેખ રહે.શેખ ફળીયુ અંજાર

(3) સિકંદર શેખ રહે.શેખ ફળીયુ અંજાર

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-