“નીરોણા તથા નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ વાયર ચોરીના બે વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.

જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ પરમાર નાઓની ટેકનીકલ મદદથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, સુરજભાઇ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા તથા મહિપાલભાઇ પુરોહિતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નાના-વરનોરા ગામના અમુક ઇસમો જે નીરોણા પોલીસ સ્ટેશનના વિસ્તારના ચંદ્રનગર ગામની સીમ વીસ્તારમાં થયેલ ચોરી તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશન વિથોણ ગામે સીમ વિસ્તારમાં થયેલ કેબલ ચોરીમાં સામેલ અમુક ઇસમો હાલે ભુજથી પોતાના ગામ નાના-વરનોરા ગામે અશોક લેલન્ડ ગાડી રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.સી.ટી. ૨૦૪૨ વાળી લઇને જઇ રહેલ છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સુલતાન જુસબ મોખા, સલીમ રાણા મોખા, સાહીલ ઇશા મોખા, અબ્દુલ અબ્બાસ મમણ, ઇકબાલ સીદ્દીક મોખા તથા હનીફ જખરા મમણ વાળાઓ મળી આવતા મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જાણાવેલ કે, આજથી આશરે દોઢેક મહીના પહેલા ચંદ્રનગર સીમ વિસ્તારમાં કેબલ વાયર ચોરી કરેલ તેમજ આજથી આશરે ત્રણેક મહીના પહેલા અશોક લેલન્ડ રજી.નંબર જીજે.૧૨.સી.ટી. ૨૦૪૨ વાળી ગાડી લઇને વીથોણ ગામના સીમ વિસ્તારમાં કેબલ વાયર ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ તેમજ બંને ચોરીનો મુદ્દામાલ મહેન્દ્રા શો રૂમની સામે, વશીલા ગેરેજની પાછળના ભાગે આવેલ ઇમરાન ઉર્ફે ટાવર ના વાડામાં વેચેલ હોવાની કબુલાત આપેલ જેથી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા નીચેની વિગતે મુદ્દામાલ મળી આવેલ. જેથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ શક પડતી મીલ્કત તરીકે કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

મળી આવેલ મુદામાલ

  • એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આશરે ૪૦૦ કી.ગ્રા., કી.રૂા. ૨૮,૦૦૦/-
  • મહીન્દ્રા કંપનીની અશોક લેલન્ડ ગાડી રજી.નં. જીજે.૧૨.સી.ટી. ૨૦૪૨ કી.રૂ. ૩,૦૦,૦૦0/-
  • મોબાઈલ ફોન નંગ ૦૧ કિ.રૂ. ૫,૦૦૦/-

પકડાયેલ આરોપી

  • સુલતાન ઉર્ફે અભા જુસબ મોખા ઉ.વ. 30 રહે. પૈયા રોડ, નાના-વરનોરા તા.ભુજ-કચ્છ
  • સલીમ રાણા મોખા ઉ.વ. ૩૪ રહે. મસ્જીદની બાજુમાં, નાના-વરનોરા તા.ભુજ
  • સાહીલ ઇશા મોખા ઉ.વ. ૨૦ રહે. મોખા ફળીયુ, નાના-વરનોરા તા.ભુજ-કચ્છ
  • અબ્દુલ અબ્બાસ મમણ ઉ.વ. ૨૦ રહે. મદરેસાની બાજુમાં, નાના-વરનોરા તા.ભુજ-કચ્છ
  • ઇકબાલ સીદીક મોખા ઉ.વ. ૨પ રહે. મદરેસાની બાજુમાં નાના-વરનોરા તા.ભુજ-કચ્છ
  • હનીફ જખરા મમણ ઉ.વ. ૨૪ રહે. મદરેસાની બાજુમાં, વાડી વિસ્તાર, નાના-વરનોરા તા.ભુજ

પકડવાના બાકી આરોપી

  • સીકંદર જુસબ ત્રાયા રહે. જી.આઇ.ડી.સી. હંગામી આવાસ, ભુજ
  • અનેશ ગની મોખા રહે. વરનોરા તા. ભુજ
  • ઇમરાન ઉર્ફે ટાવર

વણશોધાયેલ ગુના શોધી કાઢેલ

  • નીરોણા પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૪૫૨૪૦૧૦૮ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),૩૨૪(૫) મુજબ

।.૧૧૨૦૫૦૩૫૨૪૧૨૨૧/૨૦૨૪, બી.એન.એસ.એસ. કલમ – નખત્રાણા પોલીસ સ્ટેશન એ. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૪૧૨૨૧/૨૦૨૪, ૩૦૩(૨),૩૨૪(૪),૫૪ મુજબ

  • ચોરી અંગેની કરેલ કબુલાતો
  • સાહીલ ઇશા મોખા ઉ.વ. ૨૦ રહે. મોખા ફળીયું, નાના-વરનોરા તા.ભુજ-કચ્છ વાળાએ જણાવેલ કે, આજથી સાતથી આઠ દીવસ પહેલા હું તથા રફીક સુલેમાન પટેલ તથા અકરમ જુસબ મમણ તથા ઇમરાન ટાવરનો ભાઇ તેમની ગાડી લઇને અંજાર હાઇવે રોડ પર પુલ પાસે જરૂ સીમ વિસ્તારમાં કેબલ ચોરી કરેલ છે. તેવી હકીકત જણાવેલ.
  • પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઈતિહાસ

સુલતાન ઉર્ફે અભા જુસબ મોખા

પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૧૯૭/૨૦૨૨

  • પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૧૯૮/૨૦૨૨
  • કંડલા મરીન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર..ન. ૯૩/૨૦૨૨

સલીમ રાણા મોખા

  • ભચાઉ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૨૦૪/૨૦૨૨
  • નિરોણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૪૫/૨૦૨૪
  • નિરોણા પો.સ્ટે એ પાર્ટ ગુ.૨..ન. ૮૮/૨૦૨૪

સાહીલ ઇશા મોખા

  • ખાવડા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૨૧૬/૨૦૨૪
  • જખી મરીન પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨..ન. ૧૬/૨૦૨૪

ઇકબાલ સીદ્દીક મોખા

  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૮૭/૨૦૨૧
  • પધ્ધર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૪૩૯/૨૦૨૩
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૫૫૭/૨૦૨૩
  • નિરોણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૮૮/૨૦૨૪

ફનીફ જખરા મમણ

  • ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૧૯૪/૨૦૧૯
  • માનકુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૧૩૦/૨૦૨૨
  • માનકુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨..ન. ૧૩૧/૨૦૨૨
  • માધાપર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર..ન. ૬૦૨/૨૦૨૪

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-