પડાણાની એક દુકાનમાંથી દારૂની 16 બોટલ ઝડપાઈ : આરોપી ફરાર
ગાંધીધામ ખાતે આવેલ પડાણાની એક દુકાનમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પરંતુ આરોપી શખ્સો પોલીસની પકડમાં આવેલ ન હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બી-ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પડાણા પંચરત્ન માર્કેટ પાછળ બે આરોપી ઈશમો દુકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કાર્યવાહી દરમ્યાન બાતમી વાળી દૂકાન ખુલ્લી હતી પણ આરોપી શખ્સો હાજર મળ્યા ન હતા. આ દુકાનમાં તપાસ કરવામાં આવતા તેમાથી રોયલ સ્ટગની 16 બોટલ કિંમત રૂા. 10,976નો દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-