દબડા વિસ્તારમાં પાલિકાની જમીન પર ઓફિસ બનાવવા મામલે ચાર શખ્સોનો વૃદ્ધ પર હુમલો
copy image

અંજાર ખાતે આવેલ દબડા વિસ્તારમાં પાલિકાની જમીન પર ઓફિસ બનાવવા મામલે ચાર શખ્સો દ્વારા એક વૃદ્ધ પર હુમલો કરી દીધેલ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે અંજાર દબડાના કોળીવાસમાં રહેનાર હકુબેન અરવિંદ કોળી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. જે અનુસાર ગત દિવસે ફરિયાદી ઘરે હાજર હતા દરમ્યાન તેમના સસરા પાસે બે ઈશમો આવેલ હતા. અને તેમણે જણાવેલ કે, પાલિકાની જમીન પર આવેલ સંડાશ, બાથરૂમ પડી ગયા છે ત્યાં મારે પર્સનલ કામ માટે ઓફિસ બનાવવી છે. તેવું કહેતા આ વૃદ્ધે સરકારી જમીન છે, સામાજિક ઉપયોગમાં લઇ શકાય, ઓફિસ ન બનાવવા કહેતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને કુહાડી, ધોકાથી તેમના પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત અન્ય બે આરોપી શખ્સો પણ ત્યાં પહોંચી આવેલ અને તેઓએ પણ હુમલો કરી દીધો હતો. ત્યારે આ વૃદ્ધને છોડાવવા જતાં ફરિયાદીને પણ માર મારવામાં આવેલ હતો. આ બનાવમાં બંને લોકો ઘાયલ બન્યા હતા. પોલીસે આ અંગે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
